સોનગઢ તાલુકાના વિભાજન કરવા બાબતે અને અભિપ્રાય માટે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેનો સોનગઢ તાલુકાના સરપંચો, તાલુકા પંચાયતના સભ્ય, અને જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા વાંધો અને વિરોધ કરવામાં આવ્યો છે. સોનગઢ તાલુકો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે સોનગઢના વડા મથકથી 50 કિલોમીટરના અંતરે બધા ગામો આવેલા છે. પરંતુ સરકાર જે નવો તાલુકો બનાવવા માગે છે. તે ઉકાઈ સોનગઢને અડીને આવેલું છે. જેનું અંતર આશરે 4થી 5 કિલોમીટર છે. જેથી જનતાને સ્કૂલ-કોલેજ-આરોગ્ય તથા જીવન જરૂરિયાત માટે સોનગઢ આવવું પડે છે. તેથી સોનગઢ તાલુકોનું વિભાજન ન થાય તે માટે વાંધો અને વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોનગઢ તાલુકાના લોકો દ્વારા વિભાજન માટે કોઈ પણ અરજી કે માગણી કરવામાં આવી નથી.
સોનગઢ તાલુકાનું વિભાજન શા માટે ?
અત્યારે સોનગઢ તાલુકામાં 2,86,885 જનસંખ્યા છે. તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તાલુકાનું વિભાજન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સોનગઢ તાલુકામાં કુલ 201 ગામડાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક નગરપાલિકા છે. સોનગઢ તોલુકાનો વિસ્તાર મોટો હોવાથી ગ્રામીણ વિસ્તારના લોકોને સરકારી કામ માટે લાંબો અંતર કાપવો પડે છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉકાઈને તાલુકો બનાવવાની દિશામાં સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.