ભારતીય ટપાલ વિભાગની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના રોકાણકારો માટે એક સલામત અને નફાકારક વિકલ્પ તરીકે ઉભરી રહી છે. આ યોજના બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ની જેમ કામ કરી રહી છે. આ સ્કિમમાં વ્યાજ દર પણ વધુ આકર્ષક મળી રહ્યો છે. પોસ્ટ ઓફિસ ટીડી યોજનામાં રોકાણકારોને 6.9 ટકાથી 7.5 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. જે તેને બેંકોની એફડી કરતા વધુ સારું બનાવે છે. આ યોજનામાં રોકાણ કરાયેલા નાણાં સંપૂર્ણપણે સલામત છે, કારણ કે તે ભારત સરકાર હેઠળ કાર્ય કરે છે.
પોસ્ટ ઓફિસ ટીડી યોજનાની ખાસ વિશેષતાઓ:-
રોકાણકારો પોસ્ટ ઓફિસ ટીડી યોજનામાં 1 વર્ષથી 5 વર્ષના સમયગાળા માટે તેમના રૂપિયા જમા કરાવી રહ્યા છે. આ યોજનામાં ઓછામાં ઓછા 1,000 સાથે ખાતું ખોલી શકાય છે, જ્યારે મહત્તમ ડિપોઝિટની રકમની કોઈ મર્યાદા નથી. ટીડી ખાતા પર મળતું વ્યાજ રોકાણના સમયગાળા પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, 2 વર્ષના ટીડી પર 7.0 ટકા વ્યાજ ઉપલબ્ધ છે.
2 લાખ જમા કરાવવા પર તમને કેટલું વ્યાજ મળશે?
જો તમે પોસ્ટ ઓફિસની 2 વર્ષની ટીડી સ્કીમમાં 2 લાખ જમા કરાવો છો, તો પાકતી મુદત પર તમને કુલ 2,29,776 મળશે. આમાં 29,776 વ્યાજનો સમાવેશ થશે. આ વ્યાજ ગેરંટીકૃત અને નિશ્ચિત છે, જેમાં કોઈ જોખમ નથી.
ટીડી ખાતું કોણ ખોલાવી શકે છે?
પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમમાં કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આમાં, એક જ ખાતું તેમજ સંયુક્ત ખાતું ખોલી શકાય છે. સંયુક્ત ખાતામાં વધુમાં વધુ 3 લોકોના નામ ઉમેરી શકાય છે. આ યોજના નાના અને મોટા બંને રોકાણકારો માટે યોગ્ય છે.
પોસ્ટ ઓફિસ ટીડી સ્કીમના ફાયદાઓ:-
સલામત રોકાણ: પોસ્ટ ઓફિસ એક સરકારી સંસ્થા છે, તેથી તેમાં રોકાણ કરાયેલા નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આકર્ષક વ્યાજ દરો: પોસ્ટ ઓફિસ ટીડી પર વ્યાજ દરો બેંકો કરતા વધારે મળી રહ્યા છે.
સુગમતા: 1 વર્ષથી 5 વર્ષનો સમયગાળો પસંદ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.
ઓછું રોકાણ: તમે ફક્ત 1,000 થી ખાતું ખોલી શકો છો.
TD ખાતું કેવી રીતે ખોલવું?
પોસ્ટ ઓફિસ TD ખાતું ખોલવા માટે, તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે. ત્યાં તમારે અરજી ફોર્મ ભરવા પડશે અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી છે.