વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેરીયાવાવ ગામના દાદરી ફળિયા પાસેથી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 13,490નો મુદ્દામાલ જપ્ત કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે આરોપીઓને ઝડપી લીધા છે. હેડ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહની બાતમી મળતા તાપી પેરોલ-ફર્લો સ્કોર્ડ તેમજ તાપી LCBના માણસોએ બાતમી વાળીએ જગ્યાએ પહોંચી રેડ પાડી તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસ પકડમાં આવેલા આરોપીઓ:-
સાઉલ ઉર્ફે સાવન બિલા ગામીત
સુરેશ ચેમા ગામીત
બાબુ સીમરા ગામીત
પ્રદીપ રાકેશ ગામીત
શંકર રામજી ગામીત
પિયુષ સરમુખ ગામીત
વિજય ભીખુ ગામીત
સુમન બાબા ગામીત
દિલીપ રણછોડ ગામીત
આ તમામ આરોપીઓ ગેરકાયદે રીતે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા હતા. તેમજ દાવ પર મુકેલા રોકડા રૂપિયા 1800 તથા અંગ ઝડતી દરમ્યાન રોકડા 11,690 તેમજ પત્તા પાનાના નંગ 52 મળી આવ્યા હતા. પોલીસ તમામ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વ્યારા પોલીસને સોંપી દીધા છે.