મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા સોનગઢ નગરમાંથી દોઢ લાખથી વધારે કિંમતનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. સોનગઢ પોલીસ સ્ટેશનના માણસો સોનગઢ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ અનિલ રામચંદ્ર પાખરેને ખાનગી રીતે બાતમી મળતા તેમણે તેમની ટીમ સાથે સોનગઢ નગરમાંથી અંદાજે દોઢ લાખથી વધારે રૂપિયાનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં લિસ્ટેડ બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સોનગઢ નગરની બાતમીવાળી જગ્યાએ પહોંચતા ઘરમાં વગર પાસ પરમીટે ગેરકાયદે રીતે પુઠ્ઠાના બોક્ષમાં તથા પ્લાસ્ટિકની કોથળીઓમાં અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા બિયરના ટીન આમ કુલ ૧,૧૭૬ જે કુલ ૨૫૦ લિટર ૦૮૦ મીલી હોવાનું માનવમાં આવે છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજે કિંમત ૧,૫૭,૪૪૦ માનવામાં આવે છે. ઘટનામાં મુદ્દામાલ પુરો પાડનાર લિસ્ટેડ બુટલેગર સુકનજી ઉર્ફે સિકંદર શાંતુ ગામીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અનિલ રામચંદ્ર પાખરે કરી રહ્યા છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
એન.એસ.ચૌહાણ, પોલીસ ઈન્સ્પેક્ટર
એ.એસ.આઈ અજય સુદામ
UHC અનિલ રામચંદ્ર
UPC ગોપાલ કાળુ
UPC અર્જુન નારાયણ
UPC હન્નાબેન કહનદાસ
UPC સ્નેહલબેન દત્તુ
આ તમામ સોનગઢ પોલીસના સ્ટાફે કામગીરી કરી સોનગઢ નગરમાં દારૂના વેચાણ આરોપી પર કાર્યવાહી કરી હતી.