વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિના પવિત્ર અવસરે દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.પીએમ મોદીએ દેવમોગરા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી. દેવમોગરા માતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વસતા આદિવાસી સમુદાયના લોકો દેવમોગરા માતાને પાંડોરી માતા કુલદેવી તરીકે પૂજતા હોય છે.

દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે નર્મદામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને આદિવાસી ગૌરવ દિવસના આ શુભ પ્રસંગે, સમગ્ર રાષ્ટ્ર આપણી માતૃભૂમિની ગરિમાના રક્ષણમાં તેમના અજોડ યોગદાનને આદરપૂર્વક યાદ કરે છે. વિદેશી શાસનના અન્યાય સામે તેમનો સંઘર્ષ અને બલિદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે તેવું પીએમ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું.


