તાપી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમાં દેશ ભક્તિની થીમ સાથે રાખી મેકિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, રંગોળી, પોસ્ટર, નિબંધ, એકપાત્રીય અભિનય જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. દેશના લોકોમાં દેશભક્તિના માહોલને વધુ ઉત્પ્રેરિત કરવા તથા આપણા તિરંગા પ્રત્ય એક વિશેષ જોડાણની લાગણી ઉત્પન્ન થાય તેવા હેતુથી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહેલ વિવિધ આયોજનના ભાગરૂપે તાપી જિલ્લામાં વિવિધ શાળાઓમાં દેશભક્તિની થીમને કેન્દ્રમાં રાખી રાખડી બનાવવાની સ્પર્ધા, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.
કેટલીક સ્પર્ધાઓ જિલ્લા પંચાયત ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં નાના નાના વિધાર્થીઓ, શિક્ષકો કુકરમુંડા અને નિઝરથી પણ આવીને ખુબ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આવી સ્પર્ધાઓમાં NO to single use of Plastic, બેટી બચાઓ – બેટી પઢાઓ, હર ઘર તિરંગા, મિલેટ્સ – વાનગીઓ, Fit India, Green energy, પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતાની અગત્યતા, આદિવાસી સંસ્કૃતિ તેમજ જળ સંચય જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. ઓડિટોરિયમ ખાતે કરવામાં આવેલી રંગોળી પ્રાકૃતિક કલર, ફૂલ, કુદરતી સંસાધનોના ઉપયોગથી જ બનાવામાં આવી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મા. શિક્ષણાધિકારી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તેમજ વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ સ્પર્ધાઓના ઇનામ વિતરણ અને કલોસિન્ઝ સેરેમનીમાં કલેકટર ડો.વિપિન ગર્ગે, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, પ્રો. એડમિનિસ્ટ્રેટ જયંત રાઠોડ, આસી. કલેક્ટર રિતિકા આઈમા તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ, પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ તેમજ વિજેતા થયેલા બાળકો, શિક્ષકો, કલા પ્રેમી નાગરિકો તેમજ કર્મચારીગણ હાજર રહ્યા હતા. કુલ ૧૧ પ્રકારની સ્પર્ધામાં ૧૧૩ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ સ્પર્ધાઓમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. સ્પર્ધામાં વિજેતા બાળકોને કલેકટરશ્રી તેમજ અન્ય અધિકારીઓએ પોતાના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે સ્પર્ધાઓ ઓપન કેટેગરીમાં શિક્ષકો અને તાપી જિલ્લાના વયસ્ક નાગરિકોને પણ પારિતોષિક પ્રાપ્ત થયા હતા.