ગુજરાતમાં ફરી એકવાર આપ પાર્ટીના મોટા નેતા એટલે કે રાજૂ કરપડાએ રાજીનામું આપી દેતા આ મુદ્દો ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય પહેલા બોટાદમાં AAPની સભામાં પથ્થરમારા બાદ રાજૂ કરપડા ચર્ચામાં આવ્યા હતા. બોટાદ શહેર નજીક આવેલા હડદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસા થઈ હતી જે બાદ રાજૂ કરપડા સોશ્યિલ મીડિયામાં અને ગુજરાતમાં ખૂબ ચર્ચામાં આવ્યા હતા. રાજૂ કરપડાએ વ્યક્તિગત કારણોસર રાજૂનામું આપ્યું હોવાનું લેટરમાં જાણ કરી છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને મોટો ફટકો પડતા અનેક સવાલ થઈ રહ્યા છે. રાજૂ કરપડા આપના કિસાન સેલ સાથે જોડાયેલા હતા. ખાસ કરીને રાજૂ કરપડા જમીન સાથે જોડાયેલો ખેડૂત નેતા હતા. જેથી ખેડૂતોની સમસ્યાને સારી રીતે જાણતા પરંતુ આજે અચાનક રાજૂનામું આપી દેતા અનેક સવાલ સામે આવી રહ્યા છે.

