ઉકાઈ GSECL ઉર્જા નગર GEB કોલોનીમાં નવરાત્રીમાં અનોખા ગરબા રમીને દેશના જવાનોને ઓપરેશન સિંદૂરને સલામી આપવામાં આવી હતી. તારીખ 28 સપ્ટેમ્બર રવિવારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના સાતમાં દિવસે રાત્રિના 11:00 કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે સેનાના શોર્યને સમર્થન ઓપરેશન સિંદૂરતા સાથે ગરબા વગાડીને દેશના વીર જવાનોને સલામી આપવામાં આવી હતી.
ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રીના પાવન સાતમા નોરતે ગુજરાતના તમામ ખેલૈયોઓને અને સંચાલકોને શક્તિ આરાધના કરી અને સંયુક્ત થઈને દેશના સૈનિકોને ઓપરેશન સિંધોર માટેના ગરબા વગાડવાની અપીલ કરી હતી.

નવરાત્રિના નવ દિવસમાં અંબાની શક્તિની ઉપાસનાનો તહેવાર છે. અને આપણા સૈનિકોએ શક્તિ અને વિજયના સાચા પ્રતીક છે. આ અનોખા ગરબામાં ઉકાઈ પોલીસ વિભાગના PI પી.એ.પારેખ સાહેબ તેમજ ઉકાઈ પોલીસ સાથે હોમગાર્ડ અને GRD હાજર રહ્યા અને GSECL ઉર્જા નગર GEB કોલોનીના ભાઈ-બહેનો સાથે વડા એસ.ડી.પટેલ સાહેબ, સાથે GEB ના CISF જવાનો પણ બંદોબસ્ત સાથે હાજર રહ્યા હતા. અને ઓપરેશન સિંદૂર સાથે ગરબા વગાડી લોકોને એકતા પ્રતીક અને દેશ પ્રત્યેનો ભક્તિભાવને પ્રેમનો સંદેશ આપ્યો હતો



