તાપી જિલ્લાના ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદ સામે આવતા ચારેકોર આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. તાપી જિલ્લા ભાજપના સંગઠનની રચના પહેલા જૂથવાદ સામે આવ્યો છે. ભાજપ પ્રદેશ યુવા મોરચાના મંત્રી સામે ભાજપમાં જ રોષ જોવા મળી રહ્યો છે. પ્રમુખ સૂરજ દેસાઈ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સત્તાના નશામાં ચૂર પ્રદેશ યુવા મોરચાના મંત્રી કાર્યકર્તાઓને પણ ધમકી આપતો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ રજૂઆત:-
વાલોડ તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખે સૂરજ દેસાઈ વિરુદ્ધ રજૂઆત કરી છે. આ રજુઆત તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ કરાઈ છે. 50થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ પણ સુરત દેસાઈની રજૂઆત કરતા તાપી જિલ્લાના રાજકારણમાં ગરમાવો દેખાઈ રહ્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આંતરિક જૂથવાદ સામે આવતા અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.
નવા પ્રદેશ પ્રમુખના આગમન પહેલા કાંડ સામે આવ્યો:-
ભાજપના નવા પ્રદેશ પ્રમુખના આગમન સમયે જ આંતરિક વિખવાદ સામે આવતા તાપી ભાજપના હોદ્દેદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ તાપી ભાજપમાં બધુ સારી રીતે ચાલતું હોય તેવું વાતાવરણ પણ ઊભું કરવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પણ અંદરો-અંદર તો મોટો ડખો થઈ રહ્યો છે.

