વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “એક પેડ માં કે નામ” ના સૂત્રને સાર્થક કરતા સામાજીક વનીકરણ વિભાગ સુરત દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવની ભવ્ય ઊજવણી ઉચ્છલ તાલુકાના માણેકપુર ITIમાં કરવામાં આવી હતી. ઉચ્છલ રેન્જના આરએફઓ નેહાબેન થકી આવેલાં મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યું હતું. અને જણાવ્યું હતું કે, આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણી ધરતીને વૃક્ષો વાવી હરિયાળી બનાવીએ કે જેથી આવનાર સમયમાં આપણે સૌ સ્વસ્થ રહી શકીએ.
આ કાર્યક્રમમાં 172 વિધાન સભાના ધારાસભ્ય જયરામ ગામીત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વૃક્ષો થકી જ જીવન છે વૃક્ષો વાવી તેનું જાળવણી કરી તેને ઉપજાઉ બનાવવી જોઈએ. અને itiના યુવા પેઢીને દરેકના ઘરે વૃક્ષો વાવવાંનું આગ્રહો કર્યો હતો. સામાજીક વનીકરણ વિભાગ ઉચ્છલ ખાતે નર્સરીમાં લગભગ 30 પ્રકારનાં વૃક્ષો છે. જેથી સ્થાનિક જનતાએ તેનો લાભ વિના મૂલ્યે લેવો જોઈએ તેમ જણાવ્યું હતું.
ઉચ્છલ તાલુકાના શિક્ષણ વિભાગના અધિકારી અરવિંદભાઈએ વૃક્ષોના મહોત્વ વિશે માહિતી આપી સંકલ્પ લેવડાવ્યો હતો તેમાં સૌ વિદ્યાર્થી મિત્રો અને અધિકારીઓએ ઉમેડકા ભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ તાલુકા પંચાયત ઉચ્છલ એસ.બી.એમ. સ્ટાફ ની હાજરીમાં સ્વછતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સાફ સફાઈ કરી શ્રમદાન કરવામાં આવ્યું