વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના કામના વોન્ટેડ આરોપીને તાપી SOGએ સકંજામાં લીધો છે. હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ઠાકોર તથા હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં સંડોવાયેલો આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પરવેઝ ચંન્દ્રસિંગભાઈ વસાવા વ્યારા મિશન નાકાની નહેર પાસે ઉભેલો છે. તેવી બાતમી મળતા આ કામનો વોન્ટેડ આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પરવેઝ ચંન્દ્રસિંગભાઈ વસાવાને સકંજામાં લીધો હતો. પકડાયેલા શખ્સની અટક કરી વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સ પાસેથી કેટીએમ ડૂક મોટર સાઈકલ તેમજ અંદાજે કુલ 52000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયા
પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.પી. ગરસીયા
એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ
હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ઠાકોર
હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ
પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ

