વલસાડના નાનાપોંઢા પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સના ગુનામાં છેલ્લાં ચાર મહિનાથી નાસતા-ફરતા આરોપીને તાપી SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. એસ.ઓ.જી શાખામાં ફરજ બજાવતા ASI અજય દાદાભાઈ પોલીસ કોસ્ટેબલ જયેશ બલીરામ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે અજય દાદાભાઈને ખાનગી રીતે બાતમી મળી હતી કે, વલસાડ જીલ્લાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8 (સી),15(બી),29 મુજબના કામનો વોન્ટેડ આરોપી પુખરાજ દયારામ રાજપુરોહિત નવાપુરથી પોતાની સફેદ કલરની ઈકો ગાડી જેનો નંબર GJ-26 AE-0575 લઈને નવાપુરથી નિકળી સોનગઢ નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ થઈ વ્યારા તરફ જનાર છે. તેવી ચોક્ક્સ માહિતી મળતા સોનગઢના નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સ પાસેથી અંદાજે કુલ મળીને 5,10,000નો મુદ્દમાલ જપ્ત કરી વધારે તપાસ અને કાર્યવાહી માટે વલસાડના નાનાપોંઢા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
કે.જી.લીંબાચીયા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી.
ASI અજય દાદાભાઈ સોલંકી,એસ.ઓ.જી.
હેડ કોન્સ્ટેબલ રાજેશ ઝુલીયાભાઈ,એસ.ઓ.જી.
પોલીસ કોન્સ્ટેબલ જેયશ બલીરામ,એસ.ઓ.જી.

