સોનગઢની ઐતિહાસિક કાજબા નદી પર શિવાજીનગર અને પરોઠ હાઉસ વિસ્તારને જોડતો તેમજ મહાદેવ મંદિર સુધી સરળ અવરજવર માટે બનાવેલો કોઝવે કમ ચેકડેમ છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. સ્થાનિક રહીશોએ આ રસ્તો અવરજવર માટે ફરીથી ખુલ્લો કરાવવા નગરપાલિકામાં ફરીયાદ નોંધાવી છે. અને તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે. કાયમી રહેવાસીઓને રોકવામાં આવતી દીવાલ તોડવામાં ના આવે તો ત્યાંના કાયમી રહેવાસીઓ એક સાથે મળી મામલતદાર સાહેબ સાથે કલેકટર સાહેબને આવેદન પત્ર આપવા જરૂર જશે.
કોઝવે બનાવવાનો હેતુ શું હતો?
સ્થાનિક રહેવાસી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય બાબુરાવ પાવસેના જણાવ્યા અનુસાર, આ કોઝવે 2013-14માં મંજૂર કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ શિવાજીનગર અને આસપાસના વિસ્તારના લોકોને નદીના સામે પાર આવેલા ઐતિહાસિક શિવ મંદિર સુધી સરળતાથી પહોંચાડવાનો રસ્તો હતો.
પાવસેએ જણાવ્યું કે, આ રસ્તો રમણિયા પાર્ક, ગણેશનગર અને સામે આવેલી મામલતદાર ઓફિસ, કોલેજ અને હોસ્પિટલ તરફ જતો હોવાથી સ્થાનિક સોસાયટીના લોકોને ખૂબ ઉપયોગી છે. વળી, હાઇવે પર ન જવું પડે અને અકસ્માતો ટાળી શકાય તે હેતુથી આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કોઝવે કમ ચેકડેમનું મંજૂરી પ્રક્રિયા સાત વર્ષ ચાલુ હતી અને તત્કાલીન મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસરના ચાર્જમાં મંજૂર કરાયો હતો.
પાંચ વર્ષથી રસ્તો કેમ બંધ છે?
આ કોઝવે બન્યા બાદ, પાછળની સોસાયટીના અમુક રહેવાસીઓએ દિવાલ તાણીને આ રસ્તો બંધ કરી દીધો છે. દિવાલ તાણનાર લોકોનો દાવો છે. કે આ રસ્તાનો ઉપયોગ દારૂના ફેરિયા કરી શકે છે. જોકે, સ્થાનિકોનું કહેવું છે. કે ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસને જાણ કરી શકાય છે, પરંતુ જાહેર અવરજવર માટે બનાવેલો નગરપાલિકાનો રસ્તો રોકવો યોગ્ય નથી. નગરપાલિકાએ બનાવેલી સુવિધાનો લાભ સ્થાનિક લોકોને મળવો જોઈએ. તે સાથે બધા રહેવાસીઓએ ફરીથી નગરપાલિકામાં ફરિયાદ



