ફરી એકવાર સોનગઢ પોલીસની ઉત્તમ કામગીરી સામે આવી છે. આ વખતે સોનગઢ પોલીસની ટીમે ધાબા પર સતાડી રાખવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે દારૂ પુરો પાડનારા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.ચૌહાણને અંગત રીતે બાતમી મળતા અગાસવાણ ગામના આંબા ફળીયામાં રહેતા અંકિત કિશોરભાઈ ગામીતે પોતાના ઘરના ધાબા પર ભારતીય બનાવટનો દારૂ સંતાડી રાખ્યો છે. તેવી યોગ્ય બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 4,82,315નો કુલ મુદ્દામાલ જપ્ત કરી આરોપી અંકિતભાઈ કિશનભાઈ ગામીતની ધરપકડ કરી જેલમાં પૂર્યો છે. જ્યારે દારૂ પુરો પાડનારા બે આરોપી વિકી શૌલેષભાઈ ગોસ્વામી અને ગોપી ઉર્ફે પ્રિયાંક મુકેશભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-

એન.એસ.ચૌહાણ પોલીસ ઈન્સ્પેક્ટર
અજીત સી.ચૌધરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર
એ.એસ.આઈ રૂપસિંગભાઈ નાનીયાભાઈ
એ.એસ.આઈ વિપુલભાઈ હરગોવનભાઈ
હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ફતેસિંગભાઈ
હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ ભરતભાઈ
પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈ દલુભાઈ
ડ્રા.પોલીસ કોન્સ્ટેબલ શરદભાઈ જોધાભાઈ
આ તમામ ઉપર મુજબના પોલીસના અધિકારીએ યોગ્ય બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સને ઝડપી લીધો હતો.

