તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે આવેલા શેઠ એસ.કે.કાપડિયા વિદ્યાલયમાં ડી.વાય.એસ.પી ઓફિસ નિઝર દ્વારા વિધાર્થીઓ સાથે સંવાદ અને વિદ્યાર્થી એવરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નિઝરના DySP આઈ.એન.પરમાર તથા કિરણ પાડવી તેમની સાથે અન્ય પોલીસ કર્મચારીઓએ ટ્રાફિક જાગૃતિ અંતર્ગત ટ્રાફિકના નિયમો પાળવા તથા બાળકોને ટુ-વ્હીલર પર હેલ્મેટ પહેરવા અને પહેરાવવા માટે ભારપૂર્વક અનુરોધ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સાયબર ક્રાઇમના વિવિધ સ્વરૂપોની છણાવટ કરી તેમાંથી કેવી રીતે બચી શકાય તેની વિગતવાર ચર્ચા કરી હતી. પોક્સો એક્ટ અંતર્ગતની વિવિધ જોગવાઈઓની પણ વાત કરવામાં આવી હતી. પોલીસમાં કેવી રીતે ભરતી થવાઈ તેની પણ જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે પોલીસની વિવિધ કામગીરી અને પડકારો બાબતે પણ સંવાદ કરવામાં આવ્યો હતો. શેઠ એસ.કે. કાપડિયા શાળામાં અભ્યાસ કરતા અંદાજે 200 જેટલા વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓએ આ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

