અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થીએ ચપ્પુના ઘા મારી હત્યા કરી દેતા હાહાકાર મચી ગયો છે. વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલમાં બાળકોના વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. નાના ઝઘડાથી શરૂ થયેલો આ વિવાદ એટલો વધી ગયો કે વિદ્યાર્થીએ શાળાની બહાર વિદ્યાર્થીને છરી મારી દીધી હતી. આ પછી ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ગુસ્સે ભરાયેલા લોકોએ શાળામાં તોડફોડ કરી

આ ઘટના ગુસ્સે ભરાયેલા લોકો મોટી સંખ્યામાં શાળામાં પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી. ટોળાએ શાળામાં ઘૂસીને જે પણ કર્મચારી હાથમાં આવ્યા તેમના પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત પાર્કિંગમાં પાર્ક કરેલી બસો, કાર અને મોટરસાયકલોમાં તોડફોડ કરી હતી. ટોળાએ શાળાના આચાર્ય અને અન્ય સ્ટાફ પર હુમલો કર્યો. શાળાના મકાનના દરવાજા તૂટી નાખ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ સ્કૂલમાં પહોંચી આ દરમ્યાન ટોળાએ પોલીસ સામે પણ ભારે રોકચક કરી હતી.
બાળકોના વાલીઓએ રસ્તો રોકી દીધો

પરિસ્થિતિ એટલી ભયંકર હતી કે પોલીસ સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું હુમલો કરી રહ્યું હતું. ટોળાએ પોલીસનું વાહન પણ ઉપાડી લીધું હતું. બાદમાં, ટોળું શાળામાંથી બહાર આવ્યું અને રસ્તા પર બેસી ગયું અને રસ્તો રોકી દીધો હતો. આ દરમિયાન, મણિનગરના ધારાસભ્ય, ડીસીપી બલદેવ દેસાઈ અને એસીપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાથે જ બજરંગ દળ, વીએચપી અને એબીવીપીના કાર્યકરો ભગવા ઘેટા પહેરીને ‘જય શ્રી રામ’ના નારા લગાવતા શાળામાં પહોંચ્યા.
પરિસ્થિતિ તંગ, ભારે સુરક્ષા દળ તૈનાત

પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. બજરંગ દળ, વીએચપી અને એબીવીપીના કાર્યકરો શાળામાં પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો. લોકો સતત ‘પોલીસ હૈ-હૈ’ના નારા લગાવી રહ્યા હતા. હાલમાં, પરિસ્થિતિ તંગ છે અને પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ભારે સુરક્ષા દળ તૈનાત કર્યા છે. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફાંટી નીકળ્યો હતો. આટલા નાના-છોકરાઓની માનસિકતા કઈ તરફ જઈ રહી છે. તેના પર સૌ કોઈએ વિચારવાની જરૂર છે. બાળકોની માનસિકતા દિવસને દિવસે કેમ આટલી વિકૃત બનતી જાય છે તેવા અનેક સાવલ સામે આવી રહ્યા છે.