ગુજરાતમાં ફરી એકવાર ACBએ લાંચિયા કર્મચારીને સકંજામાં લીધો છે. મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, માણસા તાલુકા પંચાયતમાંથી ACBએ લાંચિયા કર્મીને ઝડપી લીધો હતો. વર્કસ મેનેજરની જવાબદારી સંભળતો કર્મચારીએ આવાસ યોજનાનો હપ્તો એકાઉન્ટમાં જમા કરવા માટે રૂપિયા 3500ની લાંચ માગી હતી.
આવાસ યોજનામાં મકાન મંજૂર થયા બાદ પૈસા એકાઉન્ટમાં જમા કરવા માટે રૂપિયા માંગ્યા હતા. રૂપિયા 50 હજારનો હપ્તો જમા કરવા માટે ફરિયાદી પાસેથી 3500ની લાંચ માંગી હતી. કર્મચારી રૂપિયાની માગણી કરતા ફરિયાદીએ ACBને જાણ કરતા ACBએ આરોપીને રંગે હાથે ઝડપી લીધો છે. હાલ તો ACBએ આરોપી ઝંખિત રાવળને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીએ અગાઉ પણ કોઈની પાસેથી રૂપિયા માંગ્યા હતા કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.