તાપી સોનગઢના દોણ ગામે આવેલા ગૌમુખ મંદિરે દર્શન માટે આવેલી ત્રણ મહિલાઓ પાણીમાં તણાઈ હતી. જેમાંથી સ્થાનિક લોકોએ બે મહિલાઓને બચાવી લીધી હતી. જ્યારે એક મહિલા પાણીમાં તણાઈ જતા મોત નિપજ્યું હતું. ચોમાસા દરમ્યાન ગૌમુખ મંદિર તેમજ આજુબાજુનો વિસ્તારો નાના-નાના ઝરણાઓથી ખીલી ઉઠે છે.

તેમજ અંહી આવેલું ગૌમુખ મંદિર ખૂબજ પ્રખ્યાત હોવાથી મોટી સંખ્યામાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી લોકો દર્શન માટે આવતા હોય છે. શુક્રવારે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા નદીના પાણીમાં નાહવા પડેલી ત્રણ મહિલાઓમાંથી એક મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ નવાપુર પોલીસને થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.