તાપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કિયા કંપનીની સેલટોસ કારમાં દારૂની હેરાફેરી કરતા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. એ.એસ.આઈ બીપીન રમેશ અને હોડ કોન્સ્ટેબલ લેબજી પરબતજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા તાલુકાના સરૈયા ગામ તરફથી એક સફેદ કલરની કિયા સેલટોસ કારમાં ઈગ્લિશ દારૂનો જથ્થો ભરી વ્યારા તરફ એક શખ્સ આવી રહ્યો છે. તેવી બાતમી મળતા વ્યારા શહેરના પાનવાડીથી મિશનનાકા તરફ જતા નહેરના રોડ પરના ભાટપુર જવાના ત્રણ રસ્તા પાસેથી આરોપીને પકડી પાડી કારમાં ચેક કરતા કારની પાછળની સીટના ભાગે તથા સીટ પર ખાખી કલરના પુઠ્ઠાના બોક્ષમાં તથા છુટી બાટલીઓ અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટનો ઈગ્લિંશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ કાર ચાલક આરોપી જગદીશ કેશારામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી પાસેથી મળેલો મુદ્દામાલ:-

પોલીસ પકડમાં આવેલા આરોપીએ 01-KY-8158ની કારમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઈંગ્લિશ દારૂની નાની-મોટી બાટલી કુલ નંગ 2059 જેની કિંમત 7,09,900 એક મોબાઈલ કિંમત 5000 તથા રોકડા રૂપિયા 1920 મળી આવ્યા હતા. આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કામગીરી કરનાર ટીમ:-

પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી સોઢા
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ
એ.એસ.આઈ ધર્મેશ મગન
હેડ કોન્સ્ટેબલ બીપીન રમેશ
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપ
પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામા
હેડ કોન્સ્ટેબલ લેબજી પરબતજી
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવંસન
પોલીસ કોન્સ્ટેબલ અરૂણ જાલમસિંગ
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળ