ઉચ્છલ ભડભૂજાના ગાંધીનગર ફળિયામાં ઘરમાં ઘુસી ધાડ પાડી ચોરી કરનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. થોડા સમય પહેલા કેટલાક ભેજાબાજ શખ્સો રાત્રીનો ફાયદો ઉઠાવી કબાટમાં રહેલા ઘર વપરાશના રૂપિયા, ડાઈમન્ડ સેડ, સોનાની ચેન, સોનાની બુટ્ટી, સોનાની વીંટી મોબાઈલ ફોન, સાઈન મોટર સાયકલ એટલે કુલ મળીને અંદાજે ત્રણ લાખથી વધારે કિમતની વસ્તૂઓ ચોરી કરી કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને અંજામ આપવા પહેલા ઘરમાં હાજર માતા-પિતાને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટના બાદ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસની ટીમ કામે લાગી હતી. આરોપીઓ કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
બાતમીના આધારે આરોપી ઝડપાયા:-
આ બધાં વચ્ચે પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા તથા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી સોઢાને ખાનગી અને સંયુક્ત રીતે બાતમી મળી હતી. જેમાં આ ગુનામાં સંડોવાયેલા બે આરોપી એક સફેદ કલરની મારૂતી ઈકો કારમાં બેસી સુરતથી સોનગઢ તરફ આવી રહ્યા છે. તેવી બાતમી મળતા અલગ-અલગ ટીમો બનાવી વ્યારાના ટીચકપુરા બાયપાસ રોડ પાસે સુરતથી સોનગઢ તરફ જતા રસ્તા પર વોચમાં હતા ત્યારે ઉપરોક્ત બાતમી મુજબની કાર આવતા તેની તપાસ કરતા કારમાંથી વિપુલ દાસીયાભાઈ ગામીત, વિપુલ ભીખાભાઈ ધામેલીયાની ઉડાણ પૂર્વક તપાસ કરતા વિપુલ દાસીયાભાઈ ગામીતને આર્થિક સંડામણની સમસ્યા હતી. તેમજ ફરિયાદીના ઘરે ચોરી કરવાની ટીપ પોતાના મિત્ર વિપુલ ધામેલીયાને આપતા તેમણે મિત્ર દર્શન (જેના પુરા નામ સરનામાની ખબર નથી) જેનો સંપર્ક કરી ધાડ કરવાની વાત કરતા પરેશે મનીષ ઉર્ફે સીનુ નાયકને ચોરી કરવા સંપર્ક કરતા મનીષ ઉર્ફે સીનુ નાયક બ્રીજેશકુમાર ઉર્ફે પ્રધાન સીંગને સુરત બોલાવી ચોરી કરવાનો પ્લાન બનાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં પોલીસે ચોરી કરનારા શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ માટે અને આગળની કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓ નામ :-

વિપુલ દાસીયાભાઈ ગામીત, ગામ- ગાંધીનગર, ડેરી ફળિયું
વિપુલ ભીખાભાઈ ધામેલીયા, તુલસી શ્યામ સોસાયટી, સુરત
બ્રિજેશકુમાર ઉર્ફે પ્રધાન સાંઈ રેસીડેન્સી સર્વોત્તમ,સુરત
કબ્જે કરવામાં આવેલો મુદ્દામાલ:-
રોકડા રૂપિયા 37,160
મોબાઈલ ફોન નંગ-5 કિંમત રૂપિયા, 40,000
મારૂતી ઈકો કાર જેની આશરે કિંમત રૂપિયા 4,50,000
ગુનામાં વપરાયેલ વાહન નંબર વગરની ટાટા ઈન્ડીકા વિસ્ટા, કાર જેની કિંમત 1,50,000 થાય છે.
કામગીરી કરનાર ટીમ (LCB):-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. ગોહિલ
એન.જી પાંચણી, LCB
પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી. સોઢા
એ.એસ.આઈ. જગદીશ જોરારામ
એ.એસ.આઈ જયેશ લીલકીયા
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ
એ.એસ.આઈ ધર્મેશ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધ દેવસિંહ
હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપ
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસન
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્ર
પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામા
પોલીસ કોન્સ્ટેબલ અરૂણ જાલમસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બટુક
પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ખુશાલ
પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ:———–
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
એ.એસ.આઈ આનંદજી ચેમા
એ.એસ.આઈ બિપીન રમેશ
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરૂભા
પોલીસ કોન્સ્ટેબલ હસમુખ વિરજી
પોલીસ કોન્સ્ટેબલ દિપક સેવજી
પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિગમ્બર
પોલીસ કોન્સ્ટેબલ ધનંજય ઈશ્વર
એસ.ઓ.જી.ની ટીમ:———–
પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયા
પોલીસ ઈન્સ્પેક્ટર એન.પી.ગરાસીયા
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ. પ્રજાપિત
પોલીસ કોન્સ્ટેબલ વિપુલ રમણ
સાયબર ક્રાઈમની ટીમ:————
પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.આહિર
પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર.પટેલ
ઉચ્છલ પોલીસ સ્ટેશનની ટીમ:—–
પોલીસ ઈન્સ્પેક્ટર વી.યુ પાડવી
સોનગઢ પોલીસ સ્ટેશનની ટીમ:——
હેડ કોન્સ્ટેબલ દશરથ ભુપત
પોલીસ કોન્સ્ટેબલ રાજુ ઝીણા
આ તમામ પોલીસની ટીમે આ ગુનો ઉકેલવા માટે કામગીરી કરી હતી.