વ્યારા પોલીસ સ્ટેશનમાં પશુ હેરાફેરીના ગુનાઓમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ તથા તાપી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે. એ.એસ.આઈ આનંદ ચેમાભાઈ એ.એસ.આઈ જગદીશ જોરારામભાઈને સંયુકત બાતમી મળતા પશુ હેરાફેરીના ગુનામાં નાસતો-ફરતો આરોપી આમીન શકિલ કુરેશીને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. વ્યારા પોલીસ સ્ટેશનની વધુ તપાસમાં અન્ય પણ ગુનાઓ કબૂલ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
કામગીરી કરનાર સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
એ.એસ.આઈ જગદીશ જોરારામભાઈ
એ.એસ.આઈ જયેશ લીલકીયાભાઈ
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રવિંદ્ર મહેન્દ્રભાઈ
એ.એસ.આઈ આનંદ ચેમાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ દિપક સેવજીભાઈ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિગમ્બરભાઈ
આ તમામ તાપી પોલીસના માણસોએ આરોપીને ઝડપી પાડી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.