વ્યારા, વલસાડ સિટિ અને માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી અને પેરોલ ફર્લો સ્કોર્ડ ઝડપી લીધો છે. તાપી સ્ટાફના પોલીસના માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીની માહિતી મેળવવા તેજવીજ હાથ હાથ ધરી હતી. આ દરમ્યાન એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને સંયુક્ત રીતે બાતમીના આધારે પાનવાડી વ્યારાના ગેટ પાસેથી નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપી કિરણ મણીલાલ ચૌધરીને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ સ્ટેશન, માંડવી પોલીસ સ્ટેશન અને વ્યારા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર ટીમ:-
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી
પોલી ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ
હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપ
હેડ કોન્સ્ટેબલ ધર્મેશ મગન
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સન
પોલીસ કોન્સ્ટેબલ ધનજય ઈશ્વર
આમ તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ છેલ્લાં કેટલાક સમયથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.