સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લાં બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડ અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને સકંજામાં લીધો છે. તાપી પોલીસના માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરુભા તથા પોલીસ કોન્સ્ટેબલ હસમુખ વિરજીને સંયુકત અને ખાનગી રીતે બાતમી મળતા આરોપી જય ગાગનદાસ રાજપાલને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી સામે પ્રોહીબિશન એક્ટની કલમ -65ઈ,81 મુજબના ગુનાઓમાં સંડોવાયેલો અને નાસતો-ફરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. ત્યારે સોનગઢ પોલીસ સ્ટેશનની તપાસમાં અન્ય ખુલાસા થાય તેવી પણ શક્યતા છે.
કામગીરી કરનાર પોલીસની ટીમ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહીલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી પાંચાણી
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરુભા
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળ
એ.એસ.આઈ જગદીશ જોરારામ
એ.એસ.આઈ જેયશ લીલકીયા
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્ર