તાપી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે વ્યારા શહેરમાંથી મોપેડ ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. LCBનાના હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ અને અન્ય પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ અને વિનોદ ગોકળભાઈને ખાનગી સૂત્રો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુ.ર.નં. 11824001252198/2025 (ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ) મોપેડ ચોરીનો આરોપી વ્યારા સ્ટેશન રોડ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યો છે. તેવી માહિતી મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીને સકંજામાં લીધો હતો. પોલીસ પકડમાં આવેલા આરોપીનું નામ અક્ષય બાબુલાલ ભગુરે છે.
આર્થિક તંગી હોવાથી ચોરી કરતો:-
પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આર્થિક તંગીના કારણે ચોરી કરવાની યોજના બનાવી હતી. આરોપી અઠવાડિયા પહેલા સુરતથી વ્યારા આવ્યો હતો અને સ્ટેશન રોડ પાસે દુકાનોની આગળ ચાવી સાથે ઊભેલી ગ્રે કલરની Suzuki Access 125 મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, આ મોપેડની ચોરી અંગેનો ગુનો અગાઉથી નોંધાયેલો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 15,000 કિંમતની ચોરાયેલી મોપેડ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 હેઠળ કબજે કરી છે. આરોપીની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ:-
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ
એ.એસ.આઈ ધર્મેશભાઈ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
પોલીસ કોન્સ્ટેબલ સ્ટીવનસન
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ
પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈ
પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ બટુકભાઈ


