તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી કરી ઈનોવા કારમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. અને તેની પાસેથી અંદાજે 8,22,538નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એ.એસ.આઈ બીપીન અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશને ખાનગી અને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની કાર જેનો નંબર MH-03-Z-6179માં ઈગ્લિશ દારૂનો જ્થ્થો ભરી સેવલાસ, નાસિક, માલેગાંવ, નવાપુર મહારાષ્ટ્ર તરફથી સોનગઢ હાઈવે થઈ વ્યારા તરફ આવે છે. જે બાતમીના આધારે વ્યારાના ટીચકપુરા બાયપાસ રોડ પર બેરીકેટની આડાશ કરી સોનગઢ તરફથી આવતા વાહનોની નાકાબંધીમાં હતા. તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમી અને હીકકતવાળી કાર આવતા તેને ઉભી રાખી ચેક કરતા ગાડીના પાછળની સીટ તથા ડીકીના ભાગે ખાખી પુંઠ્ઠાના બોક્ષમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જ્યારે આરોપી વસીમ એહમદ ઉર્ફે પીન્ટુ મુનીર એહમદને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી નિહાલ હુસૈન જાકીર શેખે પોતાના કબજાની ટોયેટા કંપનીની ઈનોવા કાર વ્હીલ ગાડીના રજીસ્ટ્રેશન નંબર GJ-12-FB-3089 વાળી નંબર પ્લેટ કાઢી તેના બદલે રજીસ્ટ્રેશન નંબર MH-03-Z-6179 વાળી ખોટી નંબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વગર પાસ પરમીટે વિદેશી દારૂની હેરાફેરી શરૂ હતી. પરંતુ તેમના આ આઈડીયા સામે તાપી LCBની ટીમે પાણી ફેરવું દીધું અને આરોપીઓને ઝડપી લઈ સમગ્ર દારૂ હેરાફેરીના કાંડનો પર્દાફાશ કર્યો.


