મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલા પાંખરી ગામના સીમ વિસ્તારમાંથી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ભેજાબાજને તાપી LCBની ટીમે ઝડપી લીધો હતો. વાત જાણે એમ છે કે, જે એમ્બ્યુલન્સ દર્દીનો જીવ બચાવવાની આશા લઈને દોડે છે, એ જ એમ્બ્યુલન્સમાં તાપીના પાંખરી ગામેથી વિદેશી દારૂની હેરાફેરી થઈ ઝડપાઈ ગઈ છે. એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરીની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. મળતી માહિતી મુજબ, પાંખરી ગામ નજીક પોલીસે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બહારથી દર્દીની સેવા કરતી દેખાતી આ ગાડીમાં અંદરથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી થતી હતી. એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી કે તબીબી ઇમર્જન્સી ન હોતી. પરંતુ દારૂના બોક્સ અને બોટલો હોવાને કારણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે 11 લાખ 37 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ચકચારી આ ઘટનામાં તાપી LCBની ટીમે અંદાજે 11 લાખ 37 હજારનો મુદ્દામાલ કબ્જો કર્યો છે. જ્યારે રાજસ્થાનનો આરોપી રામચંદ્ર માલીને ઝડપી લીધો છે. તો બીજી તરફ અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કામગીરી કરનાર સ્ટાફ :-
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ
એ.એસ.આઈ જગદીશ જોરારામ
એ.એસ.આઈ જયેશ લીલકીયા
હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ
એ.એસ.આઈ આનંદ ચેમાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ દિગમ્બર
પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર મહેન્દ્ર વસાવા



