મહેન્દ્રા કંપનીની XUVમાં ગાડીમાં દારૂહેરીનો પર્દાફાશ તાપી LCB દ્વારા કરવામાં આવ્યો છે. એ.એસ.આઈ જયેશ અને પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રને ખાનગી રીતે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યના લક્કડકોડ ગામેથી વીકી શૈલેષ ગોસ્વામી XUV ગાડી નંબર GJ-06-HD-4391માં દારૂ ભરાવી તેમના સાગરીતો મારફતે સોનગઢના સાતકાશી ગામથી ઉમરપાડા જવાના જંગલના કાચા રસ્તા ઉપરથી નીકળનાર છે.
તેવી બાતમી મળતા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી વાળી ફોરવ્હીલ ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડીનો ચાલક રમજાન ઉર્ફે ભુરીયો અને ચંદુ બાવા વસાવા ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા.આ ઘટનામાં પોલીસે અંદાજે કુલ 12,13,856નો મુદ્દામાલ જપ્ત કરી આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ બધાં વચ્ચે સવાલ એ છે કે દારૂની હેરાફેરી કરનાર આરોપીઓ ક્યારે પકડશે ?


