તાપી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી કરનારા બે ભેજાબાજ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વિગત વાર વાત કરીએ તાપી ક્રાઈમ બ્રાન્ચના માણસો દ્વારા પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જેના ભાગ રૂપે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારાથી સોનગઢ અને ઉચ્છલ હાઇવે રોડ ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ.બીપીનભાઈ રમેશભાઇ તથા લેબજીભાઇ પરબતજીભાઇ નાઓને ખાનગી રીતે સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, “મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પીકપ ટેમ્પો નં.RJ-27-GC-7843માં પાછળના ભાગે શાકભાજીની આડમાં ઇંગ્લીશદારૂનો જથ્થો ભરી નવાપુરથી વ્યારા તરફ આવી રહ્યો છે. તેવી યોગ્ય બાતમી મળતા સોનારપાડા ગામની સીમમા પીકપ ગાડી રોકી તેમાં ભરેલી શાકભાજી હટાવી ચેક કરતા અંદરથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પકડમાં આવેલા આરોપીઓ:-
નારાયણલાલ મીઠાલાલ સુથાર રહે-દોલપુર રાજસ્થાન હાલ રહે કામરેજ
જશવંતસીંગ નવલસીંગ સિસોદીયા રહે-ગોદોકાગોડા રાજસ્થાન હાલ રહે કામરેજ
આ ઘટનામાં અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

