તાપી SOGની ટીમે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.પ્રજાપતિને મળેલી બાતમીના આધારે જીતેશ ઉર્ફે કાલીયો છનાભાઈ ગામીત પાસેથી સોનગઢ શહેરના નવાગામ જમાદાર ફળીયાના કન્યા છાત્રાલયની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી પાસેથી અંદાજે 5.853 કિલો ગ્રામ ગાંજો મળ્યો હતો જેની અંદાજે કિંમત 2,92,650 તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ 2,98,470 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર SOGના કર્મચારીઓ:-
પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયા, SOG
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.પ્રજાપતિ , SOG
પોલીસ ઈન્સ્પેક્ટર એન.પી.ગરાસીયા, SOG
એ.એસ.આઈ અજય દાદાભાઈ, SOG
એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ એસ, SOG
એ.એસ.આઈ દાઉદ ઠાકોરભાઈ, SOG
હેડ કોન્સ્ટેબલ શરદ સુરજીભાઈ, SOG
હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ જુલીયાભાઈ, SOG
હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ચીમનભાઈ, SOG
પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ, SOG
પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામભાઈ, SOG
પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમેશભાઈ, SOG

