સોનગઢ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના કામના વોન્ટેડ આરોપીને તાપી SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો તાપી એસ.પી રાહુલ પટેલ દ્વારા જિલ્લામાં ગુના આચરી નાસતા-ફરતા આરોપીઓને ડિટેક્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી લીંબાચિયાના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ વળવી, હોડ કોન્સ્ટેબલ કમલેશભાઈ કૃષ્ણાભાઈ વળવી તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ આ તમામ સ્ટાફ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વોચમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ કૃષ્ણાભાઈ તથાં પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળતા આરોપી હિમ્મતસિંહ ઉર્ફે સોનું રણધીરસિંહ પરદેશી આહવાના ફુવારા સર્કલ પાસે હોવાની બાતમી મળતા આરોપીને આહવાના ફુવારા સર્કલ પાસેથી ઝડપી પાડી વધુ તપાસ માટે સોનગઢ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.
આ કામગીરી કરનારી ટીમ પર એક નજર:-
SOG પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી. લીંબાચીયા
હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ કૃષ્ણાંભાઈ વળવી
હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ વળવી
પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ
આ તાપી પોલીસના કર્મચારીઓએ આરોપીને ઝડપી પાડી વધુ એક વણ ઉકેલાયેલો ગુનો ઉકેલી નાખ્યો છે. હાલ તો પકડાયેલા આરોપીની વધુ તપાસ સોનગઢ પોલીસ કરી રહી છે. ત્યારે આગામી પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.