તાપી એસ.ઓ.જી દ્વારા ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં એક્સપોઝિવના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલના પાંજરે પુરી દેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ વાત કરીએ તો,પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી.લીબાચીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ, હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ઠાકોરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ જિલ્લામા ગુના આચરી નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ઠાકોરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈને સંયુક્ત રીતે બાતમી અને હકીકત મળી હતી કે, ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 288, 54 તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ 1908ની કલમ 4,5,6 તથા સ્ફોટક અધિનિયમ 1884ની કલમ 5 9(૯) બી 12 મુજબની કલમના ગુનામાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપી જયંતિ ગોવિંદભાઈ ગામીત રહેવાસી મસનપાડા બસ સ્ટોપ ફળ્યું, આ આરોપી પાંખરી બસ સ્ટેશન પાસે ઉભેલો હોય તેવી માહિતી મળતા તાપી એસઓજીએ જયંતીભાઈ ગોવિંદભાઈને ઝડપી લીધો હતો. જે બાદ વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ
પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી લીબાચીયા
હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ
હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ઠાકોરભાઈ
પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ
આ તમામ તાપી એસઓજી શાખાના માણસોએ વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલના પાંજરે પૂરી લીધો છે. મહત્વનું છે કે આરોપી દિવાળીમા ફટાકડા ફોડે એ પહેલાં તાપી એસઓજીએ ફટાકડા ફોડી લીધાં છે તેવું કહીએ તો નવાઈ નહીં.

