લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર શખ્સને તાપી SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારની ગુપ્ત માહીતીના આધારે ઉચ્છલના કુઈદાગામમાંથી એક બોગસ ડૉક્ટર એટલે કે, આરોપી સચિનભાઈ નગીનભાઈ પાટીલને ઝડપી લેવામાં આવ્યો છે. આ ભેજાબાજ શખ્સ ગેરકાયદેસરના અધિકાર વગર મેડીકલ પ્રેક્ટીસ કરતો અને આજુબાજુના ગામમાંથી આવતા બીમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી સારવાર કરતો હોવાની બામતી મળી હતી. ચોક્કસ માહિતીના આધારે બાતમી વાળીએ જગ્યાએ તપાસ કરતા આરોપી SOGના સકંજામાં આવી ગયો હતો.

પકડાયેલા શખ્સ પાસેથી અંદાજે 34,032નો મુદ્દામાલ જપ્ત કરી ઉચ્છલ પોલીસે BNSની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લામાં આવા બોગસ ડૉક્ટરો છેલ્લાં કેટલાક સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. પણ તાપી SOG એક-બે મહિને એક આરોપીને પકડી વાહાવાહ લૂટી રહી છે.

