પ્રોહીબિશનના ગુનામાં છેલ્લાં બે વર્ષથી વોન્ટેડ આરોપીઓને તાપી SOGએ ઝડપી લીધા છે. એ.એસ.આઈ અજય તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયેશને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળતી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓ મનિષ મહેશ ગામીત અને દિનેશ છબીલદાસ પારઘી સોનગઢ શહેરના હાથી ફળીયામાં આવેલા હનુમાન મંદિર પાસે ઉભા છે. તેવી ચોક્કસ માહિતી મળતા SOGની ટીમે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-

પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી લીંબાચીયા
એ.એસ.આઈ અજયભાઈ દાદાભાઈ
હેડ કોન્સ્ટેબલ હીરેનભાઈ ચીમનભાઈ
પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામ
આ તમામ SOG શાખાના માણસોએ છેલ્લાં બે વર્ષથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.