વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના વોન્ટેડ આરોપીને તાપી SOGએ ઝડપી લીધો હતો. તાપી જિલ્લામાં ગુનો આચરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે SOGના કેટલાક માણસો તપાસમાં હતા ત્યારે એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ અને હેડ કોન્સ્ટેબલ શરદ વળવીને ખાનગી રાહે બામતી મળતા વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપી સુનિલ મોહન વસાવેને નિઝર આર.જી.પટેલ હાઈસ્કૂલના બસ સ્ટેશન પાસેથી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન સોંપી દેવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી:-
પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયા, SOG
એ.એસ.આઈ. રાજેન્દ્ર યાદવરાવ
હેડ કોન્સ્ટેબલ કમલેશ કૃષ્ણાં વળવી
હેડ કોન્સ્ટેબલ શરદ સુરતજી વળવી
આ તમામ SOG શાખના માણસોએ વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો.