તાપી જિલ્લાના ઉકાઉ યાંત્રિક પેટા વિભાગના તાત્કાલીન યાયબ કાર્યપાલક ઈજનેર લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયો છે. લાંચિયો નાયબ કાર્યપાલક ઈજનેર રવિન્દ્ર ઈશ્વરભાઈ પટેલને ACBએ લાંચ લેતા સકંજામાં લીધો છે. આરોપી રવિન્દ્ર ઈશ્વરભાઈ પટેલે વર્ષ 2021માં એક કોન્ટ્રાક્ટરના 5,74,950 રૂપિયાનું બિલ પાસ કરવા માટે 10 ટકા લેખે 57,500 રૂપિયાની લાંચની માગણી કરી હતી.
કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયાની કરી માંગણી:-
જે બાદ કોન્ટ્રાક્ટરે 10,000 રૂપિયા આપ્યા અને 20,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. જો કે, રૂપિયાનો લાલચું ઈજનેર બાકી રૂપિયાની વારંવારમાગણી કરતા કોન્ટ્રાક્ટરે ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ACBએ ગોઠવેલું છટકું નિષ્ફળ નિવડ્યું હતું. પરંતુ વોઈસ રેકોર્ડિંગ સહિતના પુરાવા FSLની તપાસમાં સકારાત્મક આવ્યા હતા.
રૂપિયાની લાલચમાં ઈજ્જત ગુમાવી:-
આરોપી રવિન્દ્ર પટેલ 2003થી સરકારી નોકરીમાં છે અને 1.42 લાખનો માસિક પગાર સરકારનો મેળવે છે. તે છતાં વધારે રૂપિયા કમાવી લેવાની લાલચ હતી. આરોપી રિવેન્દ્રને વર્ષ 2022માં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી મળી હતી.ACBના સકંજામાં આવેલો આરોપી વર્તમાનમાં સિંચાઈ પેટા વિભાગ સુરત ખાતે ફરજ બજાવતા હતા, જ્યાંથી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના મામલે તાપી ACB પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. અને સમગ્ર ઘટના મુદ્દે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.