તાપીના ઉકાઈ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ તથા ઈદે મિલાદ તહેવારની ઉજવણી માટે ઉકાઈના કાયમી રહેવાસીઓએ શાંતી સમિતિની મિટીંગનું આયોજન કર્યું હતું. ઉકાઈ પોલીસ સ્ટેશનમાં આગામી તારીખ 6 સપ્ટેમ્બર શનિવારનાં રોજ ઈદે મિલાદ તહેવાર અને 6 સપ્ટેમ્બર શનિવારના રોજ ગણપતિ વિસર્જન નિમિત્તે એક શાંતિ સમીતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહત્વની આ બેઠકમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને ઉપરોક્ત તહેવારોમાં દર વર્ષની જેમ શાંતિપુર્ણ માહોલમાં ઉજવાય તેવી અપીલ કરવામાં આવી હતી. આ તહેવાર દરમ્યાન લોકોને ગેર માર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, તો તરતજ પોલીસને જાણ કરવા સમજણ આપવામાં આવી હતી. તેમજ તહેવારો શાંતીપુર્ણ માહોલમાં ઉજવાય તેવી પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી.