તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે તા.૧૧/૧૦/૨૦૨૫ના શનિવારના રોજ સાંજે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા તાપી ફન ફેસ્ટ ૨૦૨૫ના ભવ્ય સમારોહમાં હેમ્ઝ મ્યુઝિક ઈવેન્ટ દ્વારા દેશભક્તિગીતો તેમજ લીમડદા ગામના ગૃપ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો હતો. ગીત સંગીતથી ભરપૂર કાર્યક્રમને લઈ દર્શકો ઝુમી ઉઠ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનથી અનેકવિધ કાર્યક્રમોમાં હજારો સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્ટ/ઈલેકટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી લોકોને સંદેશ પહોંચાડવાનો જિલ્લા માહિતી કચેરી દ્વારા ભરપુર પ્રયાસ કરાયો હતો. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા મિશન લાઈફ (પર્યાવરણ માટે જીવન શૈલી) મુખ્ય થીમ સાથે જિલ્લામાં ઠેરઠેર લોકજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. ટકાઉ જીવનશૈલી પ્રત્યે લોકજાગૃતિ લાવવા માટે સરકારશ્રીની અનોખી પહેલ ને લોકોએ ચોમેરથી આવકારી અને બિરદાવી હતી.
હેમ્ઝ મ્યુઝિક ઈવેન્ટ વ્યારાના ઓરકેસ્ટ્રાના કલાકારોએ શાનદાર દેશભક્તિ ગીતો રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ગૃપના સાજિંદાઓ કી-બોર્ડ હેમંત ગામીત,ગાયક કલાકારો સુરભી ચૌધરી, દર્શના પાટીલ, પ્રજ્ઞાબેન પટેલ, પ્રદિપ ચોધરી, અલ્કેશ ચૌધરી, કલ્યાણીબેન પારેખ,સોહમ, તબલાવાદક નૈતિક ગામીત, ઓકટોપેડ સુનિલ ગામીત,ગિટારવાદક સિલાસ ગામીત તેમજ લોકડાયરા ના કલાકારો શંકરભાઈ ચૌધરી,નિતિનભાઈ ચૌધરી, ઉલ્લાસભાઈ ચૌધરી, એન્કર ઉત્પલભાઈ પુરોહિત, તબલાવાદક અક્ષય પટેલ, બેન્જોવાદક સાગર પટેલ,ઓકટોપેડ અંકુર ચૌધરી, મંજીરા વાદક હિમેશ પટેલ,અંકિત પટેલ સાઉન્ડ ઓપરેટર નિતેશ ચૌધરી સાજીંદા કલાકારોએ ઉપસ્થિત લોકોને ડોલાવી દીધા હતા.
આ પ્રસંગે ધારાસભ્યઓ મોહનભાઈ કોંકણી,ડો. જયરામભાઈ ગામીત, વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી રીતેશભાઈ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ,જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસવડા શ્રી જે એન દેસાઈ, પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોર , પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મીઓ, ખેલાડીઓ, કલાપ્રેમીઓ,બાળકો, મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ગીત સંગીતનો કાર્યક્રમ માણ્યો હતો.




