દિલ્લી બ્લાસ્ટ કેસમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, ડૉ. મુજમ્મિલની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે.. આતંકીઓનું પ્લાનિંગ 26 જાન્યુઆરીએ લાલકિલ્લા પર હુમલાનું હતું ષડયંત્ર હતું. ડૉ. મુજમ્મિલ અને ડૉ. ઉમરે કરી હતી લાલ કિલ્લાની અનેકવાર રેકી..જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કરી હતી રેકી..મુજમ્મિલના ફોનના ડંપ ડેટાથી મળી જાણકારી.
આતંકી અનેકવાર દિલ્લી આવી ચૂક્યો હતો
હિરાસતમાં આવેલો આતંકી મુજમ્મિલના ફોનની તપાસ કરતા સૌથી મોટો પર્દાફાશ થયો છે.આ વર્ષે અનેકવાર દિલ્લી આવ્યો હતો આતંકી મુજમ્મિલ..મુજમ્મિલના ફોનમાં મળી દિલ્લીના અનેક વિસ્તારોની તસવીરો..વિસ્ફોટને અંજામ આપવાના ભાગરૂપે વારંવાર દિલ્લીની લીધી હતી મુલાકાત.પોલીસ તપાસના ધમધમાટ વચ્ચે ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે.. જે કાર બ્લાસ્ટમાં વાપરવામાં આવી છે તે કાર 11 દિવસ સુધી અલ-ફલાહ કોલેજમાં જ ઊભી હતી.29 ઓક્ટોબરે ખરીદવામાં આવી હતી I-20 કાર ત્યાર બાદ, 29 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી કોલેજ પરિસરમાં હતી કાર.


