અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી જી.એમ.ડી.સી મેદાનના, કન્વેકશન હોલમાં ગુજરાત રાજ્યના વિચરતી વિમુક્ત જન જાતિના સમુદાયની ગુજરાતમાં કુલ વસ્તી,1 કરોડને 25 લાખ લોકો છે. જેમાં બજાણિયા,વાદી,વણઝારા જોગી,ઓડ,રાવળદેવ,ચામઠા દેવીપૂજક, બાફણ, છારા વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. આ જાતિના ઇતિહાસ મુજબ આ વિચરતી વિમુક્ત જનજાતિ માટે અંગ્રેજ સરકારે 1871માં ક્રિમિનલ ટ્રાઈબસ કાયદો દાખલ કરેલો હતો. જે કળો કાયદો ભારત દેશ આઝાદ થયા પછી 5 વર્ષને 16 દિવસ પછી નાબૂદ થયેલ જેથી ગુનાહિતના કાયદાને લીધે બંધારણીય હક્ક અધિકારથી વંચિત આ સમુદાય રહી ગયેલા હતા.
આઝાદીના હવે 79 વર્ષ પછી સમાજમાં શિક્ષણ સાથે જાગૃતતા આવતાં આ સમુદાયના લોકો સરકાર સમક્ષ શિક્ષણ ક્ષેત્રે.. સામાજિક ક્ષેત્રે.. રાજ્ય ક્ષેત્રે..સરકારમાં ભાગીદારી સાથે પ્રતિનિધિત્વ માટે માંગ કરી રહ્યા છે. જે બાબતે અમદાવાદ ખાતે વિચરતી વિમુક્ત જન જાતિનું મહા સંમેલન રાખવામાં આવેલ જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી મતી ભાનુબેન બાબરીયા તેમજ મયંકભાઇ નાયક ,ડો. કે લક્ષ્મણ રાજ્ય સભાના સાંસદ તેમજ ભરતભાઈ પટની તેમજ પ્રવીણભાઈ ઘુગે ઉપસ્થિત રહ્યા હતા અને આ સમાજના વિકાસ. પ્રોત્સાહન સાથે સર્વાંગી વિકાસના ભાગના કાર્ય માટે યોગ્ય જોગવાઈ સાથે નીતિ કરવા માટેનું આશ્વાસન આપેલ છે.
દક્ષિણ ગુજરાતના કન્વીનિયર જીતુભાઈ નગીનભાઈ ધ્રુવએ નવસારી વલસાડ વાપી ભરૂચ રાજપીપળા સુરત બાજુપુરા થી સમાજના સમુદાયોને લઈને હાજર રહ્યા હતા તેમજ તેઓ મારફત સમાજમાં શૈક્ષણિક વિકાસ માટે આવક મર્યાદા નાબુદી, નોકરીમાં અલગથી રિઝર્વેશન ,તેમજ બંધારણીય અધિકાર મળે તે માટે S.E.B.C માંથી27% અનામત માંથી અલગ 11% અનામત માટે માંગ કરવામાં આવી હતી. તેમજ આ સમુદાય માટે આમ ખાસ જોગવાઈ થાય તો જ આ સમાજના લોકોનો ઉદ્ધાર કે વિકાસ થઈ શકે એમ માનવું છે મહા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં આ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ આ સમાજ માટે સરકાર દર વર્ષે 31 ઓગસ્ટ ને મુક્તિ દિવસ તરીકે ઉજવવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. આ વિચરતી વિમુક્ત જનજાતિ ને અંગ્રેજીમાં નોમેડિક ટ્રાઇબ ડી નોટિફાઇડ ટ્રાઇબ કહેવામાં આવે છે ટૂંકમાં એન.ટી.ડી.એન . ટી.તરીકે પણ ઓળખાય છે..



