બાલચોડી અને ધોધડકુવા ગામ વિસ્તારમાં કેટલાક દિવસથી એક અસ્થિર મગજ ધરાવતી એક મહિલા બે ત્રણ વર્ષનું માસૂમ બાળક સાથે ફરતી જોવા મળી હતી. વરસાદની ઋતુમાં એક માસુમ બાળકને લઈ ફરી રહેલી મહિલા કોણ છે અને ક્યાંથી આવી છે.તે જાણવા મળ્યું નથી પરંતુ આ મહિલા અસ્થિર મગજની હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ મહિલા સાથે એક માસુમ બાળક છે. બાળક ખૂબ જ નાનું છે. અને અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેમાં મહિલા પરેશાન થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા પણ સારી સૂઝ બૂઝ ધરાવતી નથી હોવાનું જાણવા મળ્યું હતું. ભાળકને ભૂખ લાગતા રડી રહ્યું હોવાનું પણ જાણવા મળે છે.
આ મહિલા બાળકને લઈ રસ્તા પર ફરી રહી હતી. આ દરમ્યાન ધોધડકુવા ગામના ઝવેરભાઈના ઘર નજીક પહોંચી હતી. મહિલાને માસૂમ બાળક જોતા ઝવેર પટેલેને દયા આવતા પોતાના ઘરે લઈ જઈ મહિલાને ખાવાનું અને કપડા આપ્યા હતા. તેમજ બાળકને પણ નવા કપડાં પહેરાવી ખોળામાં લઈ વ્હાલ કરતા ઝવેરભાઈ પટેલે એક માનવતા મહેકાવી છે. આ મહિલા નાના માસુમ બાળક સાથે ક્યાંથી આવી છે. એમનું કોઈ પરિવાર છે કે નહીં તે અંગેની તપાસ કરી મહિલાને પરત તેમના ઘરે પહોંચાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.