સુરતના કરચેલિયા ગામે છેડતીની ઘટના બાદ માલો ગરમાયો છે. બાળકી દુકાને પેન્સિલ લેવા ગઈ હતી ત્યારે દુકાનદારે બાળકીની છેડતી કરતા સમગ્ર ગામમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ સ્થાનિક લોકોએ દુકાન અને દુકાનમાં રહેલો સામાન સળગાવી દીધો હતો તેમજ દુકાનમાં તોડફોડ કરી હોવાની માહિતી મળી રહી છે.
લોકોએ દુકાનમાં કરી તોડફોડ:-
આદિવાસી સમાજની બાળકીની છેડતી બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આટલી મોટી ઘટના છતાં પોલીસે ફરિયાદ ન લીધાનો ગામલોકોએ આરોપ લગાવ્યો હતો. પોલીસે ફરિયાદ ન લેતા ગામ લોકોએ પોલીસનો પણ કર્યો ઘેરાવ કર્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ ઘટના બાદ જિલ્લા પોલીસનો મોટો કાફલો કરચેલિયા ગામમાં પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાને શાંત પાડવાની કોશિષ કરવામાં આવી હતી. જો કે પોલીસે આરોપીની અટક કરતાં મામલો થાળે પડ્યો હતો.