ભર ઉનાળે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ફરી વિચારમાં પડી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક માટે કમોસમી વરસાદનું સંકટ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ખાસ કરીને 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રાજ્યમાં આકાશી આફતના એંધાણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. કમોસમી વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
મધ્ય ગુજરાત અને કચ્છમાં આગાહી:-
હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાકલોનીક સર્ક્યુલેશન અને એક ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડે તેવી પણ આગાહી કરાઈ છે.
રાજ્યના આ જિલ્લાઓમાં આગાહી:-
હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં કમોસમી વરસાદની આગાહી.. જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા. નર્મદા, તાપી અને મહિસાગરમાં પણ પવન સાથે વરસાદના એંધાણ..આગામી 7 દિવસ તાપમાનમાં નહીં થાય કોઈ બદલાવ તેવી પણ માહિતી હવામાન વિભાગે આપી છે.

