Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

      February 28, 2026

      કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

      February 27, 2026

      સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

      February 27, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !

      February 25, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

      February 28, 2026

      દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર

      February 27, 2026

      ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!

      February 19, 2026

      ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇ

      February 18, 2026

      T20 વર્લ્ડ કપમાં ઈશાનનો ચાલ્યો જાદૂ,પાકિસ્તાનને હરાવ્યું

      February 15, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»વર્ષ-2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થાય તેવી પૂરી શક્યતા !
    ગુજરાત

    વર્ષ-2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થાય તેવી પૂરી શક્યતા !

    samachar shatakBy samachar shatakOctober 16, 2025No Comments1 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતના રમત-ગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવાની દિશામાં આજે એક એતિહાસિક અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા વર્ષ-૨૦૩૦માં યોજાનાર ૨૪-મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરવામાં આવી છે અને તેની યજમાની ગુજરાતનું અમદાવાદ શહેર કરે તેવી ભલામણ આ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. ૧૯૩૦માં શરુ થયેલા આ રમતોત્સવ શતાબ્દીની ઉજવણી અમદાવાદ ખાતે થાય તે શક્યતા હવે હાથવેંતમાં છે. આ ભલામણને હવે નવેમ્બર-૨૦૨૫માં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી સમક્ષ મૂકવામાં આવશે. ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇન્ડિયા’થી પ્રતિભાવંત ખેલાડીઓની શોધ અને તેમના સંવર્ધન માટે સતત પ્રવૃત એવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનના લીધે દેશમાં ૨૪-માં કોમનવેલ્થ રમતોત્સવ માટેની આ ભલામણ થઇ આવી છે.

    માનનીય કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અથાક પ્રયાસોના લીધે ભારત ખેલકૂદના ક્ષેત્રમાં સતત આગેકુચ કરી રહ્યું છે. જેના લીધે કોમનવેલ્થ રમતોત્સવની શતાબ્દી અંતર્ગત ૨૪-માં કોમનવેલ્થ રમતોત્સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થવાની થવાના સંજોગો ઉજળા બન્યા છે. આ ક્ષણને વધાવી લેતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે દેશના સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે. રમતગમતને લગતી સબળ માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓ ઉભા કરીને તેને આંતર રાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મુકવાના લીધે જ આ બહુમાન ભારતને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે.
    ગુજરાત અને ભારત માટે આ ખરા અર્થમાં ગર્વની ક્ષણ છે’ તેમ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતાને વખાણી હતી અને અમદાવાદની કોમનવેલ્થ ગેમ માટેની પસંદગીની એક્ઝીક્યુટીવ બોર્ડ ઓફ કોમનવેલ્થ સ્પોર્ટ્સના નિર્ણયને આવકાર્યો હતો.

    વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ માત્ર એક રમત-ગમતની સ્પર્ધા જ નહીં, પરંતુ એક આંતરરાષ્ટ્રીય રમતોત્સવના અભિયાનની ૧૦૦ વર્ષની ઉજવણી હશે. આ ગેમ્સ કોમનવેલ્થના ૭૪ દેશો વચ્ચે ખેલભાવના અને સહકારની એક સદીનું પ્રતીક બનશે અને ગુજરાતનું અમદાવાદ શહેર આ ઇતિહાસનું સાક્ષી બનવા સજ્જ છે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ. પી.ટી. ઉષાએ ૧૦૦મી કોમનવેલ્થ ગેમ્સને “ગેમ્સ ફોર ધ ફ્યૂચર” ગણાવતા કહ્યું હતું કે, અમદાવાદની કોમનવેલ્થ ગેમ્સ – સ્થિરતા, સર્વસમાવેશકતા અને નવીનતા પર આધારિત હશે, જે કોમનવેલ્થ સ્પોર્ટની આગામી સદીનો પાયો વધુ મજબૂત બનાવશે તેમજ ભારતની બહાર પણ તેની સકારાત્મક અસરો વર્ષો સુધી જોવા મળશે.

    આ સંદર્ભે કેન્દ્રીય રમત-ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ હશે. જે રમત-ગમત ક્ષેત્રે ભારતના વધતા નેતૃત્વ અને ભારત સરકારની એ માન્યતાને દર્શાવે છે કે, રમત-ગમત લોકોને એક કરી શકે છે, સર્વસમાવેશકતાને વેગ આપી શકે છે અને નવી પેઢીને પ્રેરણા આપી શકે છે. ભારતની આ સફળતા “વિકસિત ભારત @ ૨૦૪૭”ના રાષ્ટ્રીય વિઝનને મજબૂત કરશે, જ્યાં વિશ્વ-કક્ષાની રમતગમત, માળખાગત સુવિધાઓ અને યુવા વિકાસ આપણા દેશની વિકાસ ગાથા સાથે જોડાયેલા છે.ગુજરાતના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ તકને ભારત અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ ગણાવતા કહ્યું હતું કે, અમદાવાદમાં આયોજિત થનારી ૧૦૦મી કોમનવેલ્થ ગેમ્સ એ માત્ર વૈશ્વિક સ્પોર્ટ્સ ઈવેન્ટની યજમાની જ નહીં, સમગ્ર વિશ્વ સમક્ષ “આત્મવિશ્વાસ, સક્ષમ, ભવિષ્યલક્ષી અને નવા ભારતને રજૂ કરવાની એક સુવર્ણ તક બની રહેશે. ગુજરાત સરકાર કોમનવેલ્થના ૧૦૦ વર્ષના વારસાનું સન્માન કરીને કોમનવેલ્થ સ્પોર્ટની આગામી સદી માટેનો માર્ગ મોકળો કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

    કોમનવેલ્થ સ્પોર્ટના ‘ગેમ્સ રીસેટ’ સિદ્ધાંતો – સક્ષમતા, સર્વસમાવેશકતા, સ્થિરતા અને વારસાને પ્રોત્સાહન આપતા ભારત સરકાર, ગુજરાત સરકાર અને કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલા આયોજનના પ્રસ્તાવની બોર્ડમાં ભારે પ્રશંસા કરવામાં આવી હતી.વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ ભારતની વૈશ્વિક રમત-ગમતનું કેન્દ્ર બનવાની લાંબા ગાળાની મહત્વાકાંક્ષાને વધુ મજબૂત કરશે. આ વૈશ્વિક ઇવેન્ટ શહેરી નવીનીકરણ, યુવાનોની ભાગીદારી અને રમતગમતમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપશે.

    Ahmedabad city Commonwealth Sport Executive Board Organizing the Commonwealth Games
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025568

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025478
    Don't Miss
    દેશ-વિદેશ

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    By samachar shatakFebruary 28, 202679

    શનિવારે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઇરાનની રાજધાની તેહરાન પર હુમલો કર્યો. આ પછી, સમગ્ર…

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026

    સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા

    February 27, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!
    • કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’
    • કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો
    • સોનગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સને ઝડપ્યા
    • દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 લોકોને નિર્દોષ જાહેર
    • વાલોડ પોલીસે મોટા ઉપાડે વરઘોડો કાઢ્યો.. પણ 70થી વધારે વિદ્યાર્થીઓનું સહી વાળું આવેદનપત્ર ઘણુ બધું કહી જાય છે… !
    • વાલોડ પોલીસે સગીરાનું શોષણ કરનારનો જાહેરમાં વરઘોડો કાઢ્યો
    • 24 કલાકમાં હવામાન વિભાગે પવન અને ધોધમાર વરસાદની આગાહી કરી!
    • ભાગીને લગ્ન કરનારા માટે ગુજરાત સરકારનો નવો નિયમો
    • ગુજરાતના બજેટમાં ગરીબો માટે શું ?..આ લિસ્ટ પર નજર મારી લેજો…!
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ઈરાને એક..નહી..બે નહી..પણ સાત દેશો પર કર્યો મિસાઈલથી હુમલો..!

    February 28, 2026

    કાકરાપાર અણુમથક વીજ પ્લાન્ટમાં રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ‘મોકડ્રીલ’

    February 28, 2026

    કુકરમુંડા પોલીસ મોબાઈલ ચોરને સકંજામાં લીધો

    February 27, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,002

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025691

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025568
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.