દેશમાં GSTના ફક્ત બે સ્લેબ હશે, 5% અને 18%. આનાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દૂધ, રોટલી, પીત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો GST મુક્ત રહેશે. હેલ્થ અને જીવન વીમા પર પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% GST લાદવામાં આવશે. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજવસ્તુઓ સસ્તી બનાવવા, આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો છે.
આટલી વસ્તુઓ સસ્તી થશે ટેક્સ 12%થી ઘટાડીને 5% કરાશે
એક્સપર્ટના મતે, ડ્રાયફ્રૂટ્સ, બ્રાન્ડેડ નમકીન, ટૂથ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઇલ, સામાન્ય એન્ટિબાયોટિક્સ, પેઇનકિલર દવાઓ, પ્રોસેસ્ડ ફૂડ, નાસ્તો, ફ્રોઝન શાકભાજી, કન્ડેન્સ્ડ મિલ્ક, કેટલાક મોબાઇલ, કેટલાક કમ્પ્યુટર, સિલાઈ મશીન, પ્રેશર કૂકર, ગીઝર જેવી વસ્તુઓ સસ્તી થશે. આ ઉપરાંત, નોન-ઇલેક્ટ્રિક વોટર ફિલ્ટર્સ, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વેક્યુમ ક્લીનર્સ, 1,000 રૂપિયાથી વધુ કિંમતના તૈયાર કપડાં, 500-1,000 રૂપિયાની રેન્જમાં શુઝ, મોટાભાગની વેક્સિન, HIV/TB ડાયગ્નોસ્ટિક કીટ, સાયકલ અને વાસણો પર પણ ટેક્સ ઘટશે. જ્યોમેટ્રી બોક્સ, નકશા, ગ્લોબ્સ, ગ્લેઝ્ડ ટાઇલ્સ, પ્રિ-ફેબ્રિકેટેડ બિલ્ડિંગ, વેન્ડિંગ મશીનો, પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો, કૃષિ મશીનરી, સોલાર વોટર હીટર જેવા ઉત્પાદનો પણ 12% ટેક્સ સ્લેબમાં આવે છે. બે સ્લેબની મંજૂરી પછી, આ પર 5% ટેક્સ લાગશે.
આ વસ્તુઓ પણ સસ્તી થશે ટેક્સ 28%થી 18% થયો
સિમેન્ટ, બ્યુટી પ્રોડક્ટ્સ, ચોકલેટ, રેડી-મિક્સ કોંક્રિટ, ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી, ડીશવોશર, પ્રાઇવેટ પ્લેન, પ્રોટીન કોન્સન્ટ્રેટ, સુગર સીરપ, કોફી કોન્સન્ટ્રેટ, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, રબર ટાયર, એલ્યુમિનિયમ ફોઇલ, ટેમ્પર્ડ ગ્લાસ, પ્રિન્ટર, રેઝર, મેનીક્યુર કીટ, ડેન્ટલ ફ્લોસ.