ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. જગદીશ પંચાલ બન્યા નવા ભાજપના પ્રદેશ પ્રમુખ.. જગદીશ પંચાલ અમદાવાદ શહેરના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી હતા જગદીશ વિશ્વકર્મા. પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરતા સમયે જગદીશ વિશ્વકર્માની સાથે તેમના 10 ટેકેદારો પણ હાજર રહેશે.
કોણ છે જગદીશ પંચાલ?
જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ 46-નિકોલ મતવિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
જગદીશ પંચાલની રાજકીય સફર:-
જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે 16 સપ્ટેમ્બર, 2021થી વન અને પર્યાવરણ મંત્રી (રાજ્યકક્ષાનો હવાલો) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

