અમદાવાદની સાબરમતી જેલમાં ફરી એકવાર કેદીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ગુજરાત ATS દ્વારા થોડા સમય પહેલા ગાંધીનગરના અડાલજ વિસ્તારમાંથી ત્રણ કેદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આતંકીઓમાં ડૉ. અહેમદ સૈયદ, આઝાદ અને સોહિલ સાબરમતી જેલમાં અત્યારે કેદમાં છે. આ દરમ્યાન અન્ય કેદીઓએ આ ત્રણેય આતંકીઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
આતંકી અહેમદને મોઢા અને શરીર પર ઈજાઓ:-
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, આતંકી અહેમદને મોઢા અને શરીરના અન્ય ભાગે ઈજાઓ થતાં તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ડૉક્ટરોએ આતંકીની સારવાર કર્યાં બાદ ફરી તેમને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ઘટના સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી:-
સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા જેલ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ મારામારીની ઘટનામાં કોણ-કોણ સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત કેદીઓ વચ્ચે કેમ મારામારી થઈ તે મુદ્દે પાણ તપાસ શરૂ કરવામાં આવી છે.

