ગુજરાત સરકારના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરવામાં આવ્યું..જેમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અંદાજે ૨ લાખ ૩૫ હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે ₹૯૦૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત ૬૬૫ આશ્રમ શાળાઓના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૫૯૫ કરોડની જોગવાઇની જાહેરાત કરવામાં આવી છે.
સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, રેસિડેન્સીયલ સ્કૂલના બાંધકામ માટે ₹૬૭૯ કરોડની જોગવાઈ, ૧૦૬૯ છાત્રાલયોના ૭૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૩૨૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે પ્રિ-મેટ્રિકના કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹૧૩૮ કરોડની જોગવાઈ આ ઉપરાંત ૭૪ આદર્શ નિવાસી શાળાઓના અંદાજે ૧૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ₹૧૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ધોરણ.૧ થી ૮ના અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૯૮ કરોડની જોગવાઈ છે. જ્યારે રાજપીપળામાં બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ₹૩૪ કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે. અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે ₹૨૬ કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે.

