તાપીના ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરકચ્છ ગામના નહેર ફળિયામાંથી જુગારીઓને તાપી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 97,390નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મહોબતસિંહને ખાનગી રીતે બાતમી મળી હતી કે, ઉમરકચ્છ ગામના નહેર ફળીયામાં આવેલા હરસીંગ લાલસીંગ ચૌધરીના ઘરનની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાંક ઈસમો ગોળકુંડાળુ કરી પૈસાથી ગંજી પાનાનો જુગાર રમે છે. તેવી બાતમી મળતા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી.સોઢા એલ.સી.બી.તાપી થતા પેરોલ -ફર્લો સ્કોર્ડ તાપીના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા આરોપી લસીંગ ચૌધરી, જીગ્નેશ દુર્લભ પટેલને ઝડપી લીધા હતા.
પકડાયેલા શખ્સો પાસેથી જપ્ત કરેલી વસ્તુઓ:-
પકડાયેલા શખ્સો પાસેથી જુગારના દાવના 4500, અંગ ઝડતીના 7,890 તથા 52 નંગ પાના, મોબાઈલ 10,000 તથાં મોટર સાયકલ નંગ 4 જેની કિંમત 75,000 મળી કુલ 97,390નો મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓ વિરૂદ્ધમાં જુગાર ધારા કલમ 12 મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ ડોલવણ પોલીસને સોંપવામાં આવ્યા છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી સોઢા
હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ
હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરૂભા
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સન
પોલીસ કોન્સ્ટેબલ હસમુખ વિરજી


