સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તાપીના ઉચ્છલમાંથી લાખો રૂપિયોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તાપી જિલ્લાની LCB અને SOGની ટીમ તેમજ ખાસ કરીને ઉચ્છલ પોલીસને SMCને ટીમે ગંધ પણ આવા દીધી ન હતી અને અંદાજે 41 લાખનો દારૂ ઝડપી લીધો હતો. એક ભેજાબાજ શખ્સ ટ્રકમાં વિદેશી દારૂ ભરીને વડોદરા તરફ લઈ જતો હતો. આ દરમ્યાન SMCએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. મહત્વનું છે કે, SMCની ટીમે આટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઝડપી કાર્યવાહી કરી તેની જાણ ઉચ્છલ પોલીસને થઈ પણ ન હતી.
જવાબદાર ઉચ્છલ પોલીસ ઉંઘતી ઝડપાઈ
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 41 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં ઉચ્છલ પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. કારણે જો પોલીસ જાગતી હોત તો, 41 લાખનો વિદેશી દારૂ પહેલા ઉચ્છલ પોલીસે ઝડપ્યો હોત. આ ઘટનામાં SMCની ટીમે એક ભેજાબાજ આરોપીને ઝડપી લીધો છે. જ્યારે દારૂ મંગાવનાર સહિત બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. ખાસ કરીને તહેવારોમાં ઉચ્છલ હાઈવે તેમજ આજુબાજુના રસ્તાઓ પરથી મહારાષ્ટ્રથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં મોટા પાયે દારૂની હેરાફેરી થતી હોય છે. પરંતુ સેટિંગ ડોટ કોમમાં બધુ ચાલતું હોવાની વાતો પણ સામે આવી છે.

