સોમવારથી શરૂ થયેલા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઉકાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટ દ્વારા વ્યવસ્થા-અને સુરક્ષા મુદ્દે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગરબા આયોજકોને ગરબા સ્થળે પાર્કિંગ,લાઈટીંગ, CCTV કેમેરા, જનરેટર ફાયર સેફટીના સાધનો સુરક્ષાગાર્ડ તેમજ વોલેન્ટીયર્સ રાખવા તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને આ ઉપરાંત આ તહેવાર હર વખતની જેમ શાંતીપુર્ણ માહોલમાં ઉજવાય તેવી અપીલ કરવામાં આવેલી છે.
નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈ અજાણી વ્યક્તિ જોવા મળે કે જે ગામની કોમી એખલાસની ભાવનાને ડોહળવાની કે લોકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, તો તરતજ પોલીસને જાણ કરવા સમજ કરેલી છે. જેથી નવરાત્રીના તહેવાર શાંતીપુર્ણ રીતે ઉજવી શકાય. જેમાં ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ગરબા આયોજકો,મગનભાઇ એમ પારધી, નિતેશભાઇ એસ ચૌહાણ, હરીશભાઇ એસ પંચાલ,પ્રવિણ આચાર્ય, કાર્તિક ટી વળવીનો સમાવેશ થાય છે.
આ તમામ સભ્ય મીટીંગમાં હાજર રહ્યા હતા. તેઓને ઉપરોક્ત તહેવાર બાબતે માહિતગાર કરી ગામમાં શાંતિ જળવાય રહે તે બાબતે ગામ લોકોને સમજ કરી શાંતિ જાળવવા અપીલ કરેલ છે. તેમજ આ બાબતે કોઇ પ્રત્યાઘાત ન પડે તેની તકેદારી રાખી આવા કોઇ ઇસમો જણાય આવે તો પોલીસને જાણ કરવા માટે પી.એ.પારેખ પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા સમજ આપવામાં આવી હતી.